ધર્મધ્યાન

May 31, 2008

આત્મ સ્વરુપને જે જાણે તે મુક્તિને પામે(3)

ધર્મ કહે છે -આત્મા પર્માત્માનુ એક સ્વરુપ છે તેથી તે સર્વગુણ સંપન્ન અને અનંત વીર્ય અને અનંત શક્તિનો માલીક છે.

સામાન્ય બુધ્ધી આ વાતને સમજી નથી શકતી કે માની નથી શકતી કારણ કે જો આત્મા સર્વ ગુણ સંપન્ન હોય તો તે ભવાટવીમાં કેમ ભટકે છે? તેને જ્ઞાન હોય તો તે પાપના માર્ગે મુરખની જેમ કેમ ચાલ્યા કરે છે?
આ બધા પ્રશ્નોનો જવાબ કર્મ વિજ્ઞાને આપેલો છે તે પ્રમાણે આત્મા પ્રમાદમાં પડે છે તેથી તેના ઉપર વિવિધ કર્મના પુદગલો ખેંચે છે જે આત્માની શક્તિ કુંઠીત કરે છે જેમ ૧૦૦ વોલ્ટના બલ્બ ઉપર જાડા અપારદર્શક આવરણો લાગ્યા પછી તેમાંથી પ્રકાશ બહાર ન નીકળે તો વિજ્ઞાન અને સામાન્ય બુધ્ધી એમ જ કહેશે બલ્બ પ્રકાશીત નથી. પણ વાસ્તવમાં તો તે પ્રકાશીત છે તે પરિણામ આપણે આવરણો દુર કરીયે ને તરત દેખાય છે.

May 26, 2008

આત્મ સ્વરુપને જે જાણે તે મુક્તિને પામે.(2)

ધર્મ કહે છે આત્મા સહજાનંદી, શુધ્ધ સ્વરુપી, અવિનાશી છે. તે અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધરાવે છે.
સામાન્ય બુધ્ધી આ જગ્યાએ ગોથુ ખાઈ જાય છે..અને મત-મતાંતરો આધારીત વિવાદોમાં ગુંચવાય છે.પહેલી ગુંચવણ એ છે કે આત્મા નિરાકાર છે તેથી કોઈ જૉઇ નથી શકતા તેથી બુધ્ધી વિજ્ઞાન નો આધાર લઈને ગુંચવય છે તેની હયાતી કે અસ્તીત્વ વિશે. જે લોકો ધર્મ અને પ્રભુવાણી સત્ય છે અને આચાર્ય ભગવંતો તે સત્ય ટકાવવા માટે મથે છે તેવા દરેક શ્રધ્ધેય માણસો એ સ્વિકારી લીધુ કે જેમ પવન દેખાતો નથી છતા અનુભવાય છે તેમ જ આત્મા છે અને જ્યારે મૃત્યુ થાય ત્યારે અનુભવાય કે આત્મા છે. 

આત્મ સ્વરુપને જે જાણે તે મુક્તિને પામે.

ધર્મ કહે છે આત્મા એ ચૈતન્ય સ્વરુપ છે. જે હયાત હોય તો તે જીવ અને તેની ગેર હાજરી તેને અજીવ કહેવાય છે.
સામાન્ય બુધ્ધી (સા.બુ.)કહે છે શરીરમાં જે જીવ હોય ત્યાં સુધીજ તેની નિત્ય ક્રિયા જેવી કે શ્વાસ લેવો હ્રદયનું ધબક્વુ કે હલન ચલન થાય્..તે ન હોય તો શરીર મૃત્યુ પામ્યુ કહેવાય.

જે શ્રધ્ધેય છે તે સમજે છે કે આ ચૈતન્ય સ્વરુપ અજર અને અમર છે. તે દેહ બદલે છે અને જ્યારે તે દેહ બદલે છે ત્યારે નાશવંત દેહ મૃત્ય પામ્યો તેમ કહેવાય છે. અને તેથી સદગત કે સ્વર્ગવાસી શબ્દ મૃત્યુ પામેલ વ્યક્તિ માટે વપરાય છે. સા.બુ. કહે છે આ શબ્દ પ્રયોગ આડાકતરી રીતે આત્મા શરીરથી જુદો છે તેમ સુચવે છે. 

May 16, 2008

આત્મા એટલે શું?

Filed under: સા. બુ. કહું તો.. — by vijayshah @ 2:28 pm

 

ધર્મ કહે છે

આત્મા-(જીવ) છે
તે નિત્ય છે
તે કર્મનો કર્તા છે
તેથી તે કર્મનો ભોક્તા પણ છે
મોક્ષ છે
મોક્ષનો ઉપાય છે.

સામાન્ય બુધ્ધી(સા.બુ.) વૈજ્ઞાનીક આધારો ઉપર વધારે ભાર મુકે છે તેથી ઘણા એમ માને છે કે “આપ મુઆ પીછે ડુબ ગઈ દુનિયા” અને કદાચ આજ કારણે પુનઃજન્મ અને મૃત્યુ પછી સ્વર્ગ મોક્ષ કે પર લોક અને મુક્તિની વાતો ને શંકાની નજરે હોતા હોય છે અને એવુ વિચારતો પણ હોય છે કે જે દેખાતુ નથી તે છે તે કેમ કરી માનવુ?
આ વિચાર કરનારાને ક્યારેય એવી કલ્પના નથી થતી કે તેના પ્ર પિતામહ કે પાંચમી પેઢીએ કોઇ દાદા હતા..કેમકે તેમનુ પોતાનુ અસ્તિત્વ એ તેમનો જવાબ છે..તેજ રીતે અરુપી આત્મા જોઇ નથી શકાતો તેથી તે નહીં માનવુ તે અજ્ઞાન છે.આત્મા છે અને તે કર્મો કરે છે અને તેથી તે કર્મો મુજબ ભવાંતરણ કરતો ૮૪ લાખ ભવોમાં ભટકે છે.

સ્વાધ્યાય કેમ કરવો જોઇએ?

Filed under: સા. બુ. કહું તો.. — by vijayshah @ 6:32 am

ધર્મ કહે છે “સ્વ”નો અભ્યાસ એટલે સ્વાધ્યાય.
અહીં “સ્વ” એટલે શરીરમાં વસેલો આત્મા.
તેહ્યી આત્મા વિશેનો અભ્યાસ એટલે સ્વાધ્યાય એવુ બૃહદ સ્વરુપે મનાય.

સામાન્ય બુધ્ધી (સા.બુ.)થી વિચાર કરીયે તો કાળ ચક્રના આ અઘરા આરામાં આત્મ જ્ઞાન એ લુપ્ત થતું જ્ઞાન છે.કારણ કે વિકસતા વિજ્ઞાને માનવને બહિર્મુખ બનાવ્યો છે. તેને સુખ ભૌતિક સ્થિતિમાં દેખાય છે. અને તેથી આત્મજ્ઞાન ને કે અંતરમુખ બનાવતા દરેક રસ્તા થી તે દુર ભગે છે. સુખ મળે તેવા દરેક સાધનોથી તે લગભગ આખી જિંદગી છેતરાય છે અને નવા કર્મોનાં અતિ જાડા અને ચીકણા કર્મો બાંધી તે ભવાટવીમાં જાણે અજાણે ભટક્યા જ કરે છે. ખરેખર તેનુ ધ્યેય તો ભવાટવીમાંથી મુક્ત થઈ સિધ્ધગામી મોક્ષ છે.આવુ સમજાવતું પરમાત્માનું જ્ઞાન અને તેનું ચિંતન તે સ્વાધ્યાય કહેવાય છે.

May 15, 2008

સ્વાધ્યાય એટલે શું?

Filed under: સા. બુ. કહું તો.. — by vijayshah @ 3:17 am

જાતે ધર્મ પુસ્તકોનો અભ્યાસ કરી જે સત્ય છે તેને શોધવુ તેને સ્વાધ્યાય કહે છે. 

સામાન્ય બુધ્ધી ( સા.બુ.) કહે છે જ્યાં સાધુ સંત અને ધર્માચરણ નો સુયોગ નથી હોતો ત્યાં માણસ જાતે ધર્મપુસ્તકોનો અભ્યાસ કરી ધર્માચરણ માટે તૈયાર થાય તેને સ્વાધ્યાય કહે છે. ઘણા એમ પણ માને છે કે સ્વાધ્યાય એટલે સમજણમાં અને આચરણમાં મુકાયેલ ધર્મ એટલે પણ સ્વાધ્યાય કહેવાય

ધર્મ આચરણ એટલે શું?

Filed under: સા. બુ. કહું તો.. — by vijayshah @ 3:17 am

ધર્મ આચરણ મન વચન અને કાયાથી થતુ હોય છે

મનથી થતુ ધર્માચરણ એટલે ધારણા ધરવી..નિયમ કરવો નીતિમત્તા સમજવી.

વચનથી થતુ ધર્માચરણ એટલે લીધેલ નિયમો પાળવા આમ કરવાથી ધારેલ ધારણા શ્રધ્ધામાં પરાવર્તીત થતી જણાય

કાયાથી ધર્માચરણ એટલે તપ જે શ્રધ્ધને અડગ કરે છે.

સામાન્ય બુધ્ધી (સા.બુ.) એમ કહે છે.કે બુધ્ધીને જ્યારે મર્યાદા આવે ત્યારે શ્રધ્ધા જન્મે અને જે શ્રધ્ધેય બને તે મનનાં ઉધામા શન કરતા નથી..તેઓ ધર્મ પુસ્તક કે ધર્મગુરુને માનતા થઇ જાય છે. જ્યારે ધર્મ પુસ્તકોનુ અર્થ ઘટન કરતા ધર્મગુરુઓ તેમની સમજને ધર્મસમજ નું નામ આપીદે ત્યારે મર્કટ મનને ઉધામાનું મોકળુ મેદાન મળે છે. તેથી સ્વાધ્યાયની જરુરત સમજાય છે.

 

ધર્મી એટલે શું?

Filed under: સા. બુ. કહું તો.. — by vijayshah @ 3:15 am

ધર્મ આચરણ કરે તે ધર્મી કહેવાય

સામાન્ય બુધ્ધી ( સા.બુ.) એમ કહે છે સંસારની અસારતા સમજ્યા પછી કે પુણ્ય કર્મોના ઉદય થી ‘ભવી’ જન ને ધર્મ રુચે છે અને તે ધર્મ આચરણમાં રત થતા તે ધર્મી કહેવાય છે.

 

May 12, 2008

ધર્મ એટલે પરમ આત્માની સ્વિકૃતી તો તે ધર્મ કેવી રીતે આચરવો?

Filed under: સા. બુ. કહું તો.. — by vijayshah @ 4:41 pm

ધર્મ એટલે પરમ આત્માની સ્વિકૃતી તો તે ધર્મ કેવી રીતે આચરવો?

ધર્મ આચરણ એટલે પરમાત્માને પામવાની ઝંખના..આ ઝંખના ભવિતવ્ય હળુ  કર્મી આત્માને જ થતી હોય છે. આ ભવીતવ્યતા માનસના પુણ્યકર્મોના ઉદયથી કે સુસંસ્કૃત માતા-પિતાના સંસ્કાર અને  કુટુંબ કે ગુરુ સંગતથી આવે છે.

સામાન્ય બુધ્ધી (સા.બુ.)  એમ કહે છે કે જ્યારે જે કાર્ય કરવાથી મનમાં શાંતીનો અનુભવ થાય અને તે કાર્ય નિયમીત કરવાની તડપન જાગે તે ધર્માચરણ.

ધર્મ એટલે શું?

Filed under: સા. બુ. કહું તો.. — by vijayshah @ 6:01 am

ધર્મ એટલે જીવન નીતિબધ્ધ રીતે જીવવાનો એક માર્ગ.
જેમ નીતિબધ્ધતા બદલાય તેમ ધર્મનાં વહેવાર બદલાય અને તેથી ધર્મ બદલાય.

સામાન્ય બુધ્ધી ( સા.બુ.)કહે છે પરમ તત્વ એક છે તેને પામવાના રસ્તા દરેક ધર્મે અને સંપ્રદાયે પોતાના ગુણ અને ચારિત્ર પ્રમાણે બદલ્યા છે અને તેથી તો હિન્દુ ધર્મ ૩૩૦૦૦ દેવ દેવીઓને માને છે જ્યારે ઇસાઈ એક ક્રીસ્ટ્ને માને છે તો ઇસ્લામ એક અલ્લાને માને છે.

તમે શું માનો છો?

Next Page »

Powered by WordPress.com